વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ધાટન
New Update

અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય 'બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા' (BAPS) દ્ધારા બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ધાટન કરશે. બીએપીએસ તરફથી વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને 14 ફેબ્રુઆરી 2024ના યોજાનારા મંદિરના ઉદ્ધાટન સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું હતું. PM મોદીએ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમનું સમર્થન વ્યક્ત કરીને આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે હાર પહેરાવીને અને કેસરી શાલ ઓઢાડીને પીએમ મોદીનું સન્માન કર્યું હતું. અબુ ધાબી ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ પત્રિકામાં મહંતસ્વામી મહારાજે પીએમ મોદી ને ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર’ તરીકે સંબોધિત કર્યા છે.

#India #ConnectGujarat #inaugurate #Prime Minister Narendra Modi #Abu Dhabi #Swaminarayan Temple
Here are a few more articles:
Read the Next Article