Connect Gujarat
દુનિયા

ઋષિ સુનક બન્યાં બ્રિટનના પ્રધાનમંત્રી, 28 ઓક્ટોબરે લેશે શપથ

ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને 200 સાંસદોનું સમર્થન મળતા તેઓ વડાપ્રધાન બનશે.

ઋષિ સુનક બન્યાં બ્રિટનના પ્રધાનમંત્રી, 28 ઓક્ટોબરે લેશે શપથ
X

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી હશે. સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે સુનકની પસંદગી કરવામાં આવી છે. તેમને પડકાર આપનારી પેની મોરડોન્ટે નામ પરત લઇ લીધું. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ નામ પરત લઇ લીધું હતું.

સુનકને અંદાજિત 200 સાંસદોનું સમર્થન મળ્યું. પેનીની પાસે આ આંકડો 26 જ રહ્યો. સુનક 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ત્યારબાદ 29 ઓક્ટોબરે કેબિનેટનું એલાન કરવામાં આવશે. બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદ છે. આ જ સાંસદોએ ઑનલાઇન મતદાન કરીને નવા વડાપ્રધાનની પસંદગી કરી છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને 200 સાંસદોનું સમર્થન મળતા તેઓ વડાપ્રધાન બનશે.


વડાપ્રધાન પદની રેસમાં સુનક સિવાય બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર પેની મૉરડૉન્ટ રહ્યા હતા. પેનીને સુનક બાદ નંબર-2 માનવામાં આવી રહ્યાં હતા. જોકે પેનીએ વડાપ્રધાન તરીકે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.

Next Story