Connect Gujarat
દુનિયા

રશિયાએ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, 2 બાળકો સહિત 11 નાં મોત

આ હુમલો ઇદલિબ પ્રાંતના જિસર અલ-શુગુર શહેરના બજારમાં થયો હતો.

રશિયાએ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, 2 બાળકો સહિત 11 નાં મોત
X

રશિયાએ રવિવારે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં બે બાળકો સહિત 13 લોકોનાં મોત થયા હતા. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, આ હુમલો ઇદલિબ પ્રાંતના જિસર અલ-શુગુર શહેરના બજારમાં થયો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી કરી રહ્યા હતા. સીરિયાએ આ હુમલાને નરસંહાર સમાન ગણાવ્યો છે. તે જ સમયે, ઘટનાસ્થળ પર હાજર 35 વર્ષીય મજૂર સાદ ફાતોએ કહ્યું કે તેણે હુમલા દરમિયાન લોકોનો જીવ બચાવવામાં મદદ કરી. તેણે કહ્યું - રશિયનોએ અમારા પર બોમ્બ વરસાવ્યા.

હુમલા સમયે હું બજારમાં કારમાંથી ટામેટાં અને કાકડીઓ ઉતારી રહ્યો હતો. હુમલા પછીની તસવીરોને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. લોકોને મદદ કરવાને કારણે મારા હાથ પર હજુ પણ લોહી છે. એએફપીના એક પત્રકારે ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોયા. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું. UK સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના ચીફ રામી અબ્દેલ રહેમાને કહ્યું કે આ વર્ષે સીરિયામાં રશિયાનો સૌથી ઘાતક હુમલો હતો, જે નરસંહાર સમાન હતો. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે પણ રશિયા દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં બે બાળકો સહિત ચાર લોકો માર્યા ગયા હતા.

Next Story