/connect-gujarat/media/media_files/2025/05/05/SM0m3MPjI4m396uE852d.jpg)
રશિયાના પૂર્વી ભાગમાં આવેલા કામચટકા દ્વીપકલ્પમાં શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) મુજબ રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાવાળો આ ભૂકંપ જમીનથી આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. વિગતો મુજબ આ આંચકા તેટલા જોરદાર હતા કે નજીકના વિસ્તારોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનહાની કે મોટી નુકસાનીના તાત્કાલિક અહેવાલ પ્રાપ્ત થયા નથી.
યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) એ પણ પુષ્ટિ કરી છે કે, કામચટકા વિસ્તારમાં 7.4ની તીવ્રતાવાળો ભૂકંપ નોંધાયો હતો. આ તીવ્રતાના તફાવતને કારણે કેટલીક એજન્સીઓ વચ્ચે તફાવતી આંકડાઓ સામે આવ્યા છે, પરંતુ બંનેએ આ ભૂકંપને "શક્તિશાળી" ગણાવ્યો છે. આ ભૂકંપ માત્ર એક મહિના પછી થયો છે જ્યારે જુલાઈ મહિનામાં આ જ વિસ્તારમાં 8.8ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. એ સમયે પેસિફિક મહાસાગરના અનેક દેશોમાં જેમ કે અમેરિકા, જાપાન, હવાઈ, ચિલી, કોસ્ટા રિકા વગેરે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.