New Update
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસે સરકારી કામકાજ માટે પણ પૈસા બચ્યા નથી. જેના કારણે સરકારે સરકારી ખર્ચ પર નિયંત્રણ રાખવાનો નિર્ણય કર્યો છે.પાકિસ્તાનની કેબિનેટે 6 મંત્રાલયોના 80થી વધુ વિભાગોને મર્જ કરવાનો અને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.
વિભાગોની સંખ્યા 82થી ઘટાડીને 40 કરવામાં આવશે.આ સિવાય સરકારે બિનજરૂરી ખર્ચ પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આમાં સરકારી કચેરીઓની અંદર સ્વચ્છતા સંબંધિત કામ પણ સામેલ છે.મતલબ કે હવેથી પાકિસ્તાનની સરકારી ઓફિસોમાં સફાઈનું કામ નહીં થાય.પાકિસ્તાનની રિફોર્મ કમિટીએ સરકારને સરકારી ભરતી રોકવાની સલાહ આપી છે. આ ઉપરાંત સરકારી નોકરીઓની 1.5 લાખ ખાલી જગ્યાઓ દૂર કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.