Connect Gujarat
દુનિયા

શાહબાઝ શરીફ પાકિસ્તાનના 24મા વડાપ્રધાન બન્યા:નેશનલ એસેમ્બલીમાં 201 સાંસદોનું સમર્થન

પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ દેશના 24માં વડાપ્રધાન બન્યા છે. તેમને નેશનલ એસેમ્બલીમાં 201 સાંસદોનું સમર્થન મળ્યું હતું.

શાહબાઝ શરીફ પાકિસ્તાનના 24મા વડાપ્રધાન બન્યા:નેશનલ એસેમ્બલીમાં 201 સાંસદોનું સમર્થન
X

પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ દેશના 24માં વડાપ્રધાન બન્યા છે. તેમને નેશનલ એસેમ્બલીમાં 201 સાંસદોનું સમર્થન મળ્યું હતું.પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાન પદની ચૂંટણી યોજાઈ હતી. સંસદનું સત્ર શરૂ થતાં જ PTI સમર્થક સાંસદો ઈમરાન ખાનની તરફેણમાં 'આઝાદી' અને 'કેદી નંબર 804'ના નારા લગાવતા જોવા મળ્યા હતા.જવાબમાં PML-Nના સાંસદોએ 'લોંગ લીવ નવાઝ'ના નારા લગાવ્યા હતા.નવાઝ શરીફની PML-N અને બિલાવલ ભુટ્ટોની PPP પાર્ટીએ બહુમતી મેળવવા માટે ગઠબંધન કર્યું છે. આ ગઠબંધન નવાઝના નાના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફને PM પદના ઉમેદવાર જાહેર કર્યા છે.

ઇમરાન ખાનને ટેકો આપતા સાંસદો હવે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) પાર્ટીમાં સામેલ છે. ઈમરાન ખાનની મંજૂરી બાદ તેમણે ઓમર અયુબને પીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ પીટીઆઈના જનરલ સેક્રેટરી અને પૂર્વ પ્રમુખ અયુબ ખાનના પૌત્ર છે. અયુબ ખાન એ જ રાષ્ટ્રપતિ છે જેમના કાર્યકાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965નું યુદ્ધ થયું હતું.

Next Story