અમેરિકાના અલબામાં ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

અમેરિકાના અલબામાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રવિવારે ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું

New Update
uni
Advertisment

અમેરિકાના અલબામાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રવિવારે ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, 18 વર્ષનો મૃતક યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી નહોતો પરંતુ ઘાયલ થયેલા કેટલાક લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. આ મામલામાં APના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓએ જણાવ્યું કે અલબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બાદ એક વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી.

Advertisment

આ મામલાની તપાસ કરવા આવેલી અલાબામા લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ જણાવ્યું કે ગોળીબારમાં 12 લોકો ઘાયલ થયા છે અને નાસભાગમાં ચાર ઘાયલ થયા છે. આ કિસ્સામાં યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકના માતાપિતાને જાણ કરવામાં આવી છે. ટસ્કેગી યુનિવર્સિટીના વિદ્યાર્થી સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તેઓને ઓપેલિકાના પૂર્વ અલબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

 

Latest Stories