અમેરિકામાં મંગળવારે વોલમાર્ટમાં માસ ફાયરિંગની ઘટના થઈ છે. વર્જીનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે સ્ટોરના એક મેનેજરે જ તેમના સ્ટાફ પર ગોળીબાર કર્યો હતો. ત્યારપછી તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી.એક પોલીસ ઓફિસર લિયો કોસિંસ્કીએ કહ્યું, અમને વોરમાર્ટની અંદર હુમલાખોરનો મૃતદેહ મળ્યો છે. તેમાં ઘણાં લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ઘાયલ છે. એક સપ્તાહમાં આ બીજી વખત માસ શૂટિંગની ઘટના થઈ છે. આ પહેલાં કોલારોડોની ગે ક્લબમાં ફાયરિંગ થયું હતું. તેમાં 5 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે, અમને રાતે 10 વાગે ગોળીબારની માહિતી મળી અને અમે તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘણાં લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે. અમે હાલ મૃતકઆંક નહીં જણાવી શકીએ. તપાસ પછી સત્ય સામે આવશે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અમે તેમની સાથે પૂછપરછ કરીશું.
અમેરીકામાં ફરી એકવાર ગોળીબાર, વોલમાર્ટમાં ફાયરિંગની ઘટનામાં 10 લોકોના મોત.!
અમેરિકામાં મંગળવારે વોલમાર્ટમાં માસ ફાયરિંગની ઘટના થઈ છે. વર્જીનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે.
New Update
Latest Stories