Connect Gujarat
દુનિયા

અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબાર, પાંચ લોકોના મોત

અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબાર, પાંચ લોકોના મોત
X

અમેરિકામાં ફરી એકવાર હથિયારોનો કહેર જોવા મળ્યો છે. અહીં નોર્થ કેરોલિનામાં અંધાધૂંધ ગોળીબાર થયો છે. જેમાં પાંચ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તેમજ એક પોલીસકર્મીના મોતની માહિતી મળી રહી છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ સાથે હુમલાખોર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હાલમાં પોલીસે લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી છે.

અમેરિકન એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હુમલાખોર અચાનક ભીડભાડવાળા વિસ્તારમાં આવ્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું. જે પણ સામે દેખાય તેને ગોળી મારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તે જ સમયે હુમલાખોરની એક ગોળી ત્યાં હાજર પોલીસકર્મીને પણ વાગી હતી, જેનું થોડા સમય બાદ મોત થયું હતું. હાલ હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story