સિંગાપોર જતી ક્રૂઝ શિપમાંથી ગુમ થયેલી ભારતીય મહિલાનું મોત…

સિંગાપોર જતી ક્રૂઝ શિપમાંથી ગુમ થયેલી ભારતીય મહિલાનું મોત…
New Update

મલેશિયાના ઉત્તરી ટાપુ રાજ્ય પેનાંગથી સિંગાપોરની સ્ટ્રેટથી પસાર થતી વખતે ક્રૂઝ જહાજમાંથી પડી જતા સોમવારે ગુમ થઈ ગયેલી ભારતીય મહિલાનું મોત થઈ ગયુ છે. મહિલાના પુત્રએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. રીટા સાહનીના પુત્ર વિવેક સાહનીએ સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ ક્રૂઝના સીસીટીવી જોયા બાદ કહ્યું કે, ફુટેજ જોયા બાદ અમને દુર્ભાગ્યવશ ખબર પડી કે અમારી માતા હવે અમારી વચ્ચે નથી રહ્યા. 

વિવેકના માતા રીટા સાહની અને પિતા જાકેશ સાહની સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ પર હતા. આ પહેલા દંપતીના બીજા પુત્ર અપૂર્વ સાહનીએ સોમવારે જણાવ્યું હતું કે, તેમની માતાને તરતા નથી આવડતું. બીજી તરફ સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશને મંગળવારે જણાવ્યું હતું કે, તેઓ મહિલાના પરિવાર સાથે સંપર્કમાં છે. 

 આ ઘટના સોમવારે બની હતી જ્યારે રીટા અને જાકેશ સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝમાં સવાર થઈને પેનાંગથી સિંગાપોર પરત ફરી રહ્યા હતા. સોમવારે કપલની ચાર દિવસની ક્રુઝ ટ્રીપનો છેલ્લો દિવસ હતો. મહિલા ક્રુઝ જહાજમાંથી પાણમીમાં પડી ગઈ હતી. ભારતીય હાઈ કમિશને ટ્વીટમાં જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સમાચાર મળ્યા બાદ તેઓ સાહની પરિવાર સાથે સતત સંપર્કમાં છે. હાઈ કમિશને કહ્યું કે, તે સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે સિંગાપોરના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે અને કાયદાકીય પ્રક્રિયાઓને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.     

#Death #Singapore #Malaysia #Woman Missing
Here are a few more articles:
Read the Next Article