ફ્રાન્સમાં મોનાલિસાની પેઇન્ટિંગ પર ફેંકાયો સૂપ, મ્યુઝિયમમાં મચી અંધાધૂંધી…

ફ્રાન્સમાં મોનાલિસાની પેઇન્ટિંગ પર ફેંકાયો સૂપ, મ્યુઝિયમમાં મચી અંધાધૂંધી…
New Update

ફ્રાન્સમાં મોનાલિસાની પેઇન્ટિંગ પર 2 વિરોધીઓએ સૂપ ફેંક્યો હતો. ભૂતકાળમાં ઘણી વખત મોનાલિસાની પેઇન્ટિંગને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

પેરિસના લુવર મ્યુઝિયમમાં રાખવામાં આવેલી પ્રતિષ્ઠિત મોનાલિસા પેઇન્ટિંગ પર સૂપ ફેંકવામાં આવ્યો હતો. ફ્રાન્સમાં કૃષિ પ્રણાલીમાં ફેરફારની જરૂરિયાત દર્શાવતા 2 વિરોધીઓએ પેટિંગ પર સૂપ ફેંક્યો. નોંધનીય છે કે, પેઇન્ટિંગ બુલેટપ્રૂફ ગ્લાસમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે, તેથી પેઇન્ટિંગને કોઈ સીધું નુકસાન થયું નથી.

ભૂતકાળમાં ઘણી વખત મોનાલિસાની પેઇન્ટિંગને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. 1911માં, લુવર મ્યુઝિયમના કર્મચારી વિન્સેન્ઝો પેરુગિયાએ આ પેઇન્ટિંગ ચોરી કરી હતી. જોકે, તે વર્ષ 1913માં પુનઃ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે પેઇન્ટિંગ બુલેટપ્રૂફ ગ્લાસમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે, તેથી પેઇન્ટિંગને કોઈ સીધું નુકસાન થયું નથી. પેઈન્ટિંગ પર સૂપ ફેંક્યા બાદ બંને મહિલા વિરોધીઓ પેઈન્ટિંગ પાસે ઊભી રહી ગઈ હતી. સૂપ ફેંક્યા પછી તરત જ પેઇન્ટિંગને કાળા પડદાથી ઢાંકી દેવામાં આવી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, મોનાલિસાના હોઠ બનાવવામાં લિયોનાર્ડો દા વિન્સીને 12 વર્ષ લાગ્યા હતા.

#ConnectGujarat #painting #France #museum #Mona Lisa
Here are a few more articles:
Read the Next Article