Connect Gujarat
દુનિયા

મિઝોરમના હંથિયાલ જિલ્લામાં પથ્થરની ખાણ ધસી પડતાં 11 લોકોના મોત

મિઝોરમના હંથિયાલ જિલ્લામાં પથ્થરની ખાણ ધસી પડતાં 11 લોકોના મોત
X

મિઝોરમના હંથિયાલ જિલ્લામાં સોમવારે એક પથ્થરની ખાણ ધસી પડી હતી. ખાણકામ દરમિયાન ઘણા મોટા-મોટા પથ્થરો ઉપરથી તૂટીને શ્રમિકો પર પડ્યા હતા, જેમાં 12 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ આસામ રાઈફલ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) સ્થાનિક પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. મોડી રાત સુધીમાં ટીમે ખાણમાં દટાયેલા 11 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે, એક શ્રમિક હજુ પણ લાપતા છે. બચાવ કાર્ય હજુ પણ યથાવત છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 11માંથી 4 શ્રમિકો પશ્ચિમ બંગાળના નાદિયા અને ઉત્તર 24 પરગણાના રહેવાસી હતા. એક મજૂરના જણાવ્યા અનુસાર, પથ્થર પડ્યાના લગભગ ચાર કલાક બાદ બચાવ કાર્ય શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના શ્રમિકો બિહાર અને પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. પાંચ એક્સેવેટર, એક સ્ટોન ક્રશર અને એક ડ્રિલિંગ મશીન દટાયેલા છે

Next Story