ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી

ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા ક્ષેત્રમાં રવિવારે રાત્રે (૧૭-૧૮ મે) ભારતીય સમય મુજબ સવારે ૨:૫૦ વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

New Update
Pakistan Earthquake

ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા ક્ષેત્રમાં રવિવારે રાત્રે (૧૭-૧૮ મે) ભારતીય સમય મુજબ સવારે ૨:૫૦ વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા એક અઠવાડિયામાં ઘણા દેશોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 58 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલમાં ભૂકંપના આંચકાને કારણે કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.

શનિવારે (૧૭ મે, ૨૦૨૫) મ્યાનમારના ક્યાઉક્સે નજીક ૫.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, બપોરે 15:54 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ક્યાઉક્સેથી લગભગ 35 કિલોમીટર દૂર હતું.

Latest Stories