Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનના કરાચીમાં જાપાનના નાગરિકો પર આત્મઘાતી હુમલો, 5 લોકોનો બચાવ

પાકિસ્તાનમાં અશાંતિનો માહોલ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પહેલાં ચીનના એન્જિનિયરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા બાદ હવે જાપાનના લોકોને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના કરાચીમાં જાપાનના નાગરિકો પર આત્મઘાતી હુમલો, 5 લોકોનો બચાવ
X

પાકિસ્તાનમાં અશાંતિનો માહોલ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પહેલાં ચીનના એન્જિનિયરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા બાદ હવે જાપાનના લોકોને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. કરાચીના લાધી વિસ્તારમાં શુક્રવારે સવારે 6.50 વાગે બાઇક પર આવેલા બે આત્મઘાતી હુમલાખોરોએ જાપાનના નાગરિકોનાં વાહનને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો.આ હુમલામાં એક આત્મઘાતી હુમલાખોર ફૂંકાયો હતો જ્યારે બીજા આત્મઘાતી હુમલાખોરને પોલીસે ઠાર કરી દીધો હતો. ઠાર કરવામાં આવેલા આતંકવાદી પાસે છ હેન્ડ ગ્રેનેડ સહિત અનેક ઘાતક હથિયારો હતાં. આત્મઘાતી હુમલાખોરે 15 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.તપાસમાં સામેલ અધિકારીએ કહ્યું હતું કે વાહનમાં મુસાફરી કરી રહેલા પાંચેય જાપાની નાગરિકો સુરક્ષિત છે. જોકે તેમની સાથે રહેલા ખાનગી ગાર્ડનું મોત થયું હતું. આ હુમલામાં અન્ય બે નાગરિકો ઘાયલ થયા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે જાપાની નાગરિકો ક્લિફટનમાં પોતાના ઘરેથી એક્સપોર્ટ પ્રોસેસિંગ યુનિટ તરફ જઇ રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.

Next Story