સુપર વાવાઝોડું યાગી ચીનના દક્ષિણી તટ પર ત્રાટક્યું, 4 લાખ લોકો પ્રભાવિત

દુનિયા | Featured | સમાચાર, દક્ષિણ ચીન સાગરમાંથી ઉદભવેલું સુપર વાવાઝોડું યાગી ચીનના દક્ષિણી તટ પર ત્રાટક્યું છે. ચીનના હેનાન પ્રાંતમાં વાવાઝોડું ત્રાટક્યું છે.

china
New Update

દક્ષિણ ચીન સાગરમાંથી ઉદભવેલું સુપર વાવાઝોડું યાગી ચીનના દક્ષિણી તટ પર ત્રાટક્યું છે. ચીનના હેનાન પ્રાંતમાં વાવાઝોડું ત્રાટક્યું છે. જેના કારણે હેનાનના 4 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.ચક્રવાત યાગી ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે હેનાનના વેનચાંગ શહેરમાં ત્રાટક્યું. સુપર સ્ટોર્મને કારણે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

યાગી આ વર્ષે વિશ્વનું બીજું સૌથી શક્તિશાળી તોફાન છે. જેના કારણે હૈનાનમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત રેલ અને બોટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે.ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ તોફાન આવતા પહેલા જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 4,19,367 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સપ્તાહની શરૂઆતમાં ફિલિપાઈન્સમાં યાગીના કારણે 16 લોકોના મોત થયા હતા. આ પછી તોફાને વધુ વેગ પકડ્યો. ટાયફૂન યાગી હેનાન અને ગુઆંગડોંગ પ્રાંતમાંથી થઈને બેઇબુ ગલ્ફ તરફ આગળ વધશે.

#China #coast #million people
Here are a few more articles:
Read the Next Article