સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓએ જાહેર સ્થળોએ બુરખો પહેરવા પર પ્રતિબંધ !

સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓએ જાહેર સ્થળોએ હિજાબ, બુરખો અથવા અન્ય કોઈપણ માધ્યમથી તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે.

New Update
hijaf
Advertisment
સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓએ જાહેર સ્થળોએ હિજાબ, બુરખો અથવા અન્ય કોઈપણ માધ્યમથી તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર 1000 સ્વિસ ફ્રેંક એટલે કે અંદાજે 96 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

2021માં સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલા જનમત સંગ્રહમાં 51.21% નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મતદાન કર્યું હતું. આ પછી, બુરખા પર પ્રતિબંધ મામલે કાયદો બનાવવામાં આવ્યો, જે આજથી એટલે કે 1 જાન્યુઆરી 2025 (નવું વર્ષ) થી લાગુ થયો છે.સ્વિટ્ઝર્લેન્ડ પહેલા બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયામાં પણ આ અંગેના કાયદાઓ બન્યા છે. આ કાયદા બાદ મહિલાઓ સાર્વજનિક ઓફિસો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરાં, દુકાનો અને અન્ય જગ્યાઓ પર પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં.
Advertisment
Latest Stories