તાલિબાનનું નવું ફરમાન, 14 દેશોમાં રહેલ આફઘનિસ્તાનના દુતાવાસને એમાન્ય જાહેર કર્યા

તાલિબાને 14 દેશોમાં અફઘાનિસ્તાનના દૂતાવાસોને અમાન્ય જાહેર કર્યા છે. જેમાં બ્રિટન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

New Update
d

તાલિબાને 14 દેશોમાં અફઘાનિસ્તાનના દૂતાવાસોને અમાન્ય જાહેર કર્યા છે. જેમાં બ્રિટન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

હકીકતમાં આ દૂતાવાસ અફઘાનિસ્તાનની અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન ખોલવામાં આવ્યા હતા.તાલિબાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે, આ દૂતાવાસો દ્વારા જારી કરવામાં આવેલ કોઈપણ પાસપોર્ટ, વિઝા અથવા રાજદ્વારી દસ્તાવેજ માન્ય રહેશે નહીં.

આ માટે અફઘાનિસ્તાનનું તાલિબાન શાસન જવાબદાર રહેશે નહીં.મંત્રાલયે કહ્યું કે, નવા પાસપોર્ટ મેળવવા માટે લોકોએ તાલિબાનની આગેવાની હેઠળની ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન સરકારની આગેવાની હેઠળના દૂતાવાસોનો સંપર્ક કરવો પડશે.

વિદેશમાં રહેતા તમામ અફઘાન નાગરિકોએ અમાન્ય જાહેર કરાયેલા 14 દેશોના દૂતાવાસ અને અન્ય રાજદ્વારી મિશનની મુલાકાત લઈને તેમના દસ્તાવેજો રિન્યૂ કરાવવાના રહેશે.

Latest Stories