પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ફરી તણાવ વધ્યો, હુમલામાં 3 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે, તે પરસ્પર સમજણ હતી કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ નજીક કોઈ સૈન્ય સ્થાપન ન બનાવી શકાય, પરંતુ પાકિસ્તાની સૈન્યએ પોસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

New Update

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર ફરી એકવાર તણાવ વધી ગયો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાની અધિકારીઓએ બુધવારે સરહદ પર રાતોરાત અથડામણ માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. અથડામણમાં બંને પક્ષે જાનહાનિ થઈ હતી. તાલિબાને બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અફઘાન અધિકારીઓએ પૂર્વ પખ્તિયા પ્રાંતના દાંડ-એ-પાટન જિલ્લામાં સરહદ નજીક એક ચેક પોઈન્ટ બનાવવાથી પાકિસ્તાની દળોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાકિસ્તાની દળોએ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે દેશના ઉત્તર પશ્ચિમમાં અફઘાન સરહદ પારથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 3 સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં સરહદ સુરક્ષા ચોકી પર થયો હતો. તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદની નજીક કોઈ સૈન્ય સ્થાપન ન બનાવી શકાય તેવી પરસ્પર સમજણ હતી. પરંતુ પાકિસ્તાની સેનાએ પોસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને એકબીજા પર તેમના વિરોધીઓને આશ્રય આપવાનો આરોપ લગાવે છે, જે બંને પક્ષો નકારે છે.

Latest Stories