જાપાન-તાઇવાનમાં 7.5ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

New Update
જાપાન-તાઇવાનમાં 7.5ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

બુધવારે (3 એપ્રિલ) જાપાન અને તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.5 માપવામાં આવી છે. આ ભૂકંપ બાદ તાઈવાન અને જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દરિયામાં 3 મીટર એટલે કે લગભગ 10 ફૂટ સુધીના મોજાં ઉછળવાની શક્યતા છે. હાલમાં જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.આ પહેલા 1 જાન્યુઆરી 2024ના રોજ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી અહીં સુનામી આવી હતી. વાજિમા શહેરમાં લગભગ 4 ફૂટ ઊંચા (1.2 મીટર) મોજા ઉછળ્યા હતા. જો કે, સાંજે સરકારે સુનામીની સૌથી વધુ ચેતવણી પાછી ખેંચી હતી.જાપાનમાં આવેલા ભૂકંપમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ લોકોને સારવાર કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેનું કારણ એ છે કે ભૂકંપના કારણે મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને અસરગ્રસ્ત સ્થળોએ ડોક્ટરો પહોંચી શકતા નથી.