Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભયંકર બ્લાસ્ટ, 35 લોકોના મોત અનેક ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભયંકર બ્લાસ્ટ, 35 લોકોના મોત અનેક ઘાયલ
X

પાકિસ્તાનમાં રવિવારે જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાજૌરના ખારમાં રવિવારે જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં આ બ્લાસ્ટ થયો હતો. જે લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કથિત રીતે બ્લાસ્ટ સંમેલનની અંદર થયો હતો અને સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ બ્લાસ્ટમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી ઘણાની હાલત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.

જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ JUI-Fની બેઠકને નિશાન બનાવીને બ્લાસ્ટ કર્યો હતો. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

Next Story