Connect Gujarat
દુનિયા

મોસ્કોના એક શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત

મોસ્કોના એક શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત
X

રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. તો 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતુ.હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે.

હુમલાની જવાબદારી ISISએ લીધી છે. સમાચાર એજન્સી ધ એસોસિએેડના રિપોર્ટ અનુસાર, રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું છે. બાદમાં વિસ્ફોટના અવાજ પણ સંભળાયા અને કૉન્સર્ટ હોલમાં આગ પણ લાગી હતી. હુમલાખોરો કૉન્સર્ટ હૉલમાં હાજર હતા. રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી મૉસ્કો કૉન્સર્ટ હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.જ્યારે હુમલો થયો ત્યારે ક્રોકસ સિટી હોલમાં સોવિયેત યુગના પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ ‘પિકનિક’નું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. આ મ્યુઝિક કોન્સર્ટમાં 6200 લોકો હાજર રહ્યા હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ.

Next Story