થાઈલેન્ડના બેંગકોંગમાં સ્કૂલ બસમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં 25 બાળકોના મોત નીપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
થાઈલેન્ડના બેંગકોંગમાં બસ કેન્દ્રીય ઉથાઈ થાની પ્રાંતમાંથી અયુથયા જઈ રહી હતી, ત્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ પથુમ થાનીમાંથી પસાર થતી વખતે બસના આગળના હિસ્સામાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, બચાવ કામગીરી કરી રહેલા લોકોને બસમાં પ્રવેશવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ દુર્ઘટના સમયે ત્રણ શિક્ષકો અને 16 બાળકો બહાર નીકળવામાં સફળ રહ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે. જો કે, તેમને નાની-મોટી ઈજાઓ થઈ છે. ડ્રાઈવર પણ બચી ગયો હતો.અચાનક બસનું ટાયર ફાટતા આગ લાગી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે.થાઈલેન્ડના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખી સંવેદના વ્યક્ત કરી હતી.