New Update
/connect-gujarat/media/media_files/2024/10/28/WZ2NypKoms9AGr4Qwt9X.jpg)
પાકિસ્તાનની નવી વ્હાઈટ બોલ ટીમના કેપ્ટનની જાહેરાત PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ લાહોરમાં એક મીડિયા કોન્ફરન્સમાં કરી હતી. મોહસીન નકવીએ જાહેરાત કરી હતી કે મોહમ્મદ રિઝવાન હવે પાકિસ્તાનની સફેદ બોલ ટીમનો કેપ્ટન રહેશે.પાકિસ્તાન ક્રિકેટ પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ, નસીમ શાહ અને શાહીન આફ્રિદીને ઓસ્ટ્રેલિયા સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પાકિસ્તાનની ODI ટીમઃ આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અરાફાત મિન્હાસ, બાબર આઝમ, ફૈઝલ અકરમ, હારીસ રઉફ, હસીબુલ્લાહ (વિકેટ કીપર), કામરાન ગુલામ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), મોહમ્મદ ઈરફાન ખાન, નસીમ શાહ, સૈમ અયુબ, સલમાન અલી આગા, શાહીન શાહ આફ્રિદી.