પેરિસમાં રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો આજથી પ્રારંભ

પેરિસમાં આવતીકાલથી ઑલિમ્પિકનો વિધિવત્ પ્રારંભ થવા જય રહ્યો છે. ઑલિમ્પિકના ઇતિહાસમાં હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે.

New Update
પેરિસ

પેરિસમાં આવતીકાલથી ઑલિમ્પિકનો વિધિવત્ પ્રારંભ થવા જય રહ્યો છે. ઑલિમ્પિકના ઇતિહાસમાં હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે.

આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧.૦૦થી તેનો પ્રારંભ થશે અને તે ચાર કલાક જેટલો ચાલશે. અંદાજે ૩ લાખ પ્રેક્ષકો નજર સામે કે પછી તે વિસ્તારમાં મુકવામાં આવેલા ૮૦ જેટલા જાયન્ટ સ્ક્રીન પર ઉદ્ધાટન સમારંભ માણશે

ઉદ્ધાટન સમારંભના પ્રથમ બે કલાક સૂર્યપ્રકાશ રહેશે જ્યારે આખરી બે કલાક સૂર્યાસ્ત અને રાત્રિનો અદ્ભુત નજારો સર્જાશે. ઑલિમ્પિકની પૂર્ણાહુતિ ૧૧ ઑગસ્ટે થશે.૨૦૬ દેશના ૧૦,૫૦૦ ખેલાડીઓ ૩૨ રમતોના ૩૨૯ ઇવેન્ટસમાં મેડલ જીતવાનો જંગ ખેલશે.

ફ્રાંસના પ્રમુખ મેક્રો સહિત ૮૦ દેશના વડા કે તેમના પ્રતિનિધિ ઉદ્ધાટન સમારંભમાં હાજરી આપશે. લંડને ૧૯૦૮, ૧૯૪૦ અને ૨૦૧૨માં ઑલિમ્પિક યોજી હતી.

પેરિસે ૧૯૦૦ અને ૧૯૨૪ એમ બેવખત ઑલિમ્પિકનું આ અગાઉ આયોજન કર્યું હતું. આમ લંડન પછી પેરિસ બીજું એવું શહેર બનશે કે જેમાં ત્રણ વખત ઑલિમ્પિક યોજાઈ હોય. પેરિસને આ ઑલિમ્પિક યોજવા માટે ૯ અબજ ડોલરનો ખર્ચ થશે.

 

Latest Stories