ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કરી મોટી જાહેરાત, ટ્વિટરમાં હવે બ્લૂ ટિક માટે યુઝર્સે ચાર્જ આપવો પડશે.

ટેસ્લાના CEO એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ કંપનીમાં મોટા પાયે ઉથલ પાથલ સર્જાઇ

New Update
ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કરી મોટી જાહેરાત, ટ્વિટરમાં હવે બ્લૂ ટિક માટે યુઝર્સે ચાર્જ આપવો પડશે.

ટેસ્લાના CEO એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ કંપનીમાં મોટા પાયે ઉથલ પાથલ સર્જાઇ રહી છે. કંપનીમાં કઈકને કઇક બદલાવ આવી રહ્યા છે. જેને લઇને એકબાજુ કર્મીઑના ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. તેવામાં વધુ એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં એલન મસ્કે મોટી જાહેરાત કરી છે અને હવે ટ્વિટરમાં બ્લૂટિક માટે મહીને 8 ડોલર ચૂકવવા પડશે. તેમ જણાવ્યું છે.એક ટ્વીટમાં આ પ્રમાણે જણાવ્યું છે.

વધૂમાં બ્લૂ ટિક ધરાવતા એકાઉન્ટ્સને વધારાની સુવિધા પણ આપવામાં આવશે.જેમાં રિપ્લાય, મેન્શન અને સર્ચમાં પ્રથમ પસંદગી મળશે. આ ફીચર સ્પેમ અને સ્કેમ અટકાવશે તેવો મસ્કે દાવો કર્યો છે. વધુમાં અન્ય સુવિધાની વાત કરીએ તો વીડિયો અને ઓડિયો લાંબા સમય મર્યાદામાં અપલોડ કરી શકાશે અને જાહેરાતો અડધી કરી દેવાશે. તેવું જાણવા મળી રહ્યું છે.

Latest Stories