રશિયાના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાની બે દિવસીય મુલાકાતે, કિમ જોંગ ઉન કરશે સ્વાગત !

દુનિયા : સમાચાર : રશિયાના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાની બે દિવસીય મુલાકાતે જશે. ઉત્તર કોરિયાની આ તેમની બીજી મુલાકાત છે. તેઓ લગભગ 24 વર્ષ બાદ મંગળવારે ઉત્તર કોરિયા પહોંચશે. પુતિનની ઉત્તર કોરિયાની સંભવિત મુલાકાતની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી

New Update
 પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાની બે દિવસીય મુલાકાતે જશે. ઉત્તર કોરિયાની આ તેમની બીજી મુલાકાત છે. તેઓ લગભગ 24 વર્ષ બાદ મંગળવારે ઉત્તર કોરિયા પહોંચશે. પુતિનની ઉત્તર કોરિયાની સંભવિત મુલાકાતની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.આ મુલાકાતની પુષ્ટિ ક્રેમલિન દ્વારા પણ કરવામાં આવી છે. ક્રેમલિને આ મુલાકાતને 'મૈત્રીપૂર્ણ રાજકીય મુલાકાત' ગણાવી છે. તેમની મુલાકાત દરમિયાન પુતિન ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે.

પુતિન બુધવારે ઉત્તર કોરિયાથી વિયેતનામની મુલાકાત લઈ શકે છે.ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર રાજધાની પ્યોંગયાંગના સુનાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કિમ જોંગ ઉન પોતે પુતિનનું સ્વાગત કરશે. આ સાથે તેમની બહેન કિમ યો જોંગ અને પુત્રી કિમ જુ એ હાજર રહેવાની આશા છે.બીબીસીના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે સૂત્રોએ સંકેત આપ્યા હતા કે પુતિનનો આ પ્રવાસ ટૂંક સમયમાં થવાનો છે. પુતિનની ઉત્તર કોરિયાની સંભવિત મુલાકાત માટે ચાલી રહેલી તૈયારીઓ પણ સેટેલાઇટ ઇમેજોએ દર્શાવી છે.