પાકિસ્તાનના પૂર્વમંત્રી ફવાદ ચૌધરીનું નિવેદન, કહ્યું મોદી હારે તો જ ભારત-પાક.ના સંબંધો સુધરશે !

New Update
પાકિસ્તાનના પૂર્વમંત્રી ફવાદ ચૌધરીનું નિવેદન, કહ્યું મોદી હારે તો જ ભારત-પાક.ના સંબંધો સુધરશે !
Advertisment

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી ભારતની ચૂંટણીને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભારતમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી હારી જાય.ફવાદે કહ્યું કે પાકિસ્તાનમાં દરેક ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી હારે. ભારત-પાકિસ્તાનના સંબંધો ત્યારે જ સુધરશે જ્યારે બંને દેશોમાં ઉગ્રવાદ ઘટશે.

Advertisment

પાકિસ્તાનના સામાન્ય લોકોમાં ભારત પ્રત્યે નફરત નથી, પરંતુ ભારતમાં આરએસએસ અને ભાજપ સતત લોકોના હૃદયમાં પાકિસ્તાન પ્રત્યે નફરત ભરી રહ્યાં છે. આ બંને દેશોના સામાન્ય લોકો માટે કોઈ રીતે સારું નથી.ફવાદે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીની વિચારસરણી કટ્ટરપંથી છે. તેમના માટે પરાજિત થવું ખૂબ જ જરૂરી છે. જે પણ તેમને હરાવે, પછી તે રાહુલ હોય, કેજરીવાલ હોય કે મમતા બેનર્જી હોય, તેમની સાથે અમારી શુભેચ્છાઓ છે.

Latest Stories