યુએસ સૈન્યએ સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સ્થાનો પર કર્યો બોમ્બમારો

યુએસ સૈન્યએ સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સ્થાનો પર કર્યો બોમ્બમારો
New Update

જોર્ડનમાં લશ્કરી થાણા પર ડ્રોન હુમલાના જવાબમાં યુએસ સૈન્યએ શુક્રવારે સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીરિયામાં અમેરિકી હવાઈ હુમલામાં છ મિલિશિયા લડવૈયા માર્યા ગયા છે. તેમાંથી ત્રણ બિન-સીરિયન હતા. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈરાક અને સીરિયામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને તેમના સમર્થિત મિલિશિયા સાથે જોડાયેલા 85થી વધુ લક્ષ્યો સામે શુક્રવારે જવાબી હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા.

નિવેદનમાં જણાવાયું છે કે યુએસ સૈન્ય હવાઈ હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઈન સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. યુએસ દળોએ 125 થી વધુ યુદ્ધ સામગ્રી સાથે 85 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો. તે જ સમયે, સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત લક્ષ્યો પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.

#India #ConnectGujarat #Iraq #Syria #US military #Iranian #bombed #militia positions
Here are a few more articles:
Read the Next Article