/connect-gujarat/media/media_files/2025/01/10/DailUOUQdVkGprAYOrTL.jpg)
અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કાઉન્ટી લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ભીષણ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને લગભગ 1,100 ઇમારતોને નુકસાન થયું છે. આ દુર્ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની પ્રતિક્રિયા આવી છે.
યુએસ પ્રમુખ જો બાઈડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, આજે સવારે, મને લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગની નવીનતમ અસરો વિશે માહિતી આપવામાં આવી. આજે તેઓ તેમની ટીમ સાથે યુએસ પાછા ફરશે. હું ફરી એક વખત સાથે મળીને બ્રીફિંગ કરીશ અને દેશવાસીઓ માટે આ આપત્તિના પ્રતિભાવ અંગે મારા વિચારો શેર કરીશ.
તમને જણાવી દઈએ કે જંગલોમાં લાગેલી આગ હવે ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ આગ હવે મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે અને લોસ એન્જલસ અને હોલીવુડ હિલ્સમાં તબાહી મચાવી રહી છે, જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોતના સમાચાર છે.
સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, આ ભયાનક આગ 1,000 થી વધુ ઘરોને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે. આનાથી સાન્ટા મોનિકા પર્વતો અને પેસિફિક મહાસાગર વચ્ચે સ્થિત ઘણા મોંઘા ઘરો પર પણ અસર પડી છે. માલિબુ માટે એક નવી ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
માહિતી આપતાં, કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શન (કેલ ફાયર) એ જણાવ્યું હતું કે મંગળવારે પેલિસેડ્સમાં શરૂ થયેલી વિનાશક આગએ ભારે પવનને કારણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે બપોર સુધીમાં, આગ 15,800 એકર (63.9 ચોરસ કિમી) સુધી ફેલાઈ ગઈ હતી અને તેને કાબુમાં લેવામાં પ્રયત્નો ચાલું છે.