PM મોદીના રશિયાના પ્રવાસનો આજે બીજો દિવસ, મહત્વના કરાર પર થઈ શકે છે હસ્તાક્ષર

દુનિયા | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની મુલાકાતે, સાંજે 5 વાગ્યે મોસ્કો પહોંચ્યા,રાષ્ટ્રપતિ પુતિને તેમના માટે પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની મુલાકાતે સોમવારે સાંજે 5 વાગ્યે મોસ્કો પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ પુતિને તેમના માટે પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની મુલાકાતે સોમવારે સાંજે 5 વાગ્યે મોસ્કો પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ પુતિને તેમના માટે પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ.પુતિને કહ્યું, 'તમારું હાર્દિક સ્વાગત છે. તમને જોઈને આનંદ થયો.

આવતીકાલે આપણી વચ્ચે ઔપચારિક વાતચીત થવાની છે. આજે આપણે ઘરના વાતાવરણમાં સમાન બાબતોની અનૌપચારિક ચર્ચા કરી શકીએ છીએ.’મોદીએ કહ્યું, 'તમે મને તમારા ઘરે આમંત્રણ આપ્યું. તમે આજે સાંજે સાથે ચેટ કરવાનું નક્કી કર્યું. મને તમારા ઘરે આમંત્રિત કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.’આજે રશિયા અને ભારત વચ્ચે નવા વેપાર માર્ગને લઈને ડીલ ફાઈનલ થઈ શકે છે. બંને દેશો પરસ્પર વેપાર વધારવા માટે નવા કરારો પર હસ્તાક્ષર કરી શકે છે.

Latest Stories