/connect-gujarat/media/media_files/2025/01/23/XXlw5AboL42aflE5jz7i.jpg)
લેબનનમાં હિઝબુલ્લાહના ટોપ લીડર શેખ મુહમ્મદ અલી હમાદીની મંગળવારે હત્યા કરવામાં આવી હતી. ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, તે બેકા વેલીમાં તેના ઘરની બહાર ઊભા હતા ત્યારે બે ગાડીમાં આવેલા આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો.આ હુમલામાં હમાદીને ઘણી ગોળી વાગી હતી. આ પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.
ફાયરિંગ કર્યા પછી અજાણ્યા હુમલાખોરો ભાગી ગયા હતા, સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.હમાદીની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ હજુ સુધી કોઈએ તેની જવાબદારી લીધી નથી. લેબનીઝ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હત્યા રાજકીય નથી, પરંતુ ચાર વર્ષ જૂનો પારિવારિક વિવાદ તેનું કારણ હોઈ શકે છે. તેમજ, કેટલાક અહેવાલોમાં આ હત્યા પાછળ ઇઝરાયલનો હાથ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.