ટ્રમ્પે 'પારસ્પરિક ટેરિફ' પર 90 દિવસની છૂટની જાહેરાત કરી, ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે. અગાઉ

New Update
trmp

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે.

Advertisment

અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી.  ટ્રમ્પે 'પારસ્પરિક ટેરિફ' પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વના અનેક મોટા દેશો વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ અને વૈશ્વિક મંદીની આશંકા વધી રહી છે. એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી લેવામાં આવેલ 'યુ-ટર્ન' છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર કહ્યું હતું કે, "મેં 90-દિવસના PAUSEને અધિકૃત કર્યો છે, જે દરમિયાન અન્ય દેશો માટે પારસ્પરિક ટેરિફ ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક લાગુ થશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાય 75 થી વધુ દેશોને મોટી રાહત આપી છે. ટ્રમ્પે ચીનથી આયાત થતા માલ પર તાત્કાલિક અસરથી 125 ટકા ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કર્યું કે ચીને વિશ્વ બજારો પ્રત્યે આદર દર્શાવ્યો નથી, જેના કારણે અમેરિકા ચીન પર લાદવામાં આવેલા 104 ટકા ટેરિફને 125 ટકા સુધી વધારી રહ્યું છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરતા ટ્રમ્પે કહ્યું કે ચીનને હવે ખ્યાલ આવશે કે અમેરિકાનું અન્ય દેશોને લૂંટવાનું ચક્ર હવે વધુ સમય સુધી ચાલુ રહી શકશે નહીં.

 

Advertisment
Latest Stories