ટ્રમ્પ સરકારનો નવો કાયદો,ચીનમાં નિયુક્ત US સરકારી કર્મચારીઓને ચીની લોકો સાથે રોમાન્સ કરવા પર પ્રતિબંધ

યુ.એસ. સરકારે, ચીનમાં નિયુક્ત યુ.એસ. સરકારી કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો અને સુરક્ષા મંજૂરી ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચીની નાગરિકો સાથે કોઈપણ પ્રકારના રોમાન્સ અથવા

New Update
Donald Trump

યુ.એસ. સરકારે, ચીનમાં નિયુક્ત યુ.એસ. સરકારી કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો અને સુરક્ષા મંજૂરી ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચીની નાગરિકો સાથે કોઈપણ પ્રકારના રોમાન્સ અથવા જાતીય સંબંધ બાંધવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Advertisment

આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ‘એસોસિએટેડ પ્રેસ’ (એપી)ને, આ પ્રતિબંધ અંગેની માહિતી મળી છે.આ બાબતથી પરિચિત ચાર લોકોએ, નામ ના આપવાની શરતે, એસોસિએટેડ પ્રેસને આ નીતિ વિશે જણાવ્યું, જે જાન્યુઆરીમાં યુએસ એમ્બેસેડર નિકોલસ બર્ન્સ ચીન છોડે તે પહેલાં લાગુ કરવામાં આવી હતી.

કેટલીક યુએસ એજન્સીઓએ આવા સંબંધો અંગે પહેલાથી જ કડક નિયમો લાદયા છે. જોકે, અન્ય દેશોમાં અમેરિકન રાજદ્વારીઓ માટે સ્થાનિક લોકો સાથે ડેટ કરવી, રોમાન્સ કરવા અને લગ્ન પણ કરવા એ અસામાન્ય નથી.ગયા ઉનાળામાં મર્યાદિત સ્વરૂપમાં લાગુ કરાયેલી આ નીતિમાં યુએસ કર્મચારીઓને ચીનમાં યુએસ દૂતાવાસ અને પાંચ કોન્સ્યુલેટમાં ગાર્ડ અને અન્ય સહાયક સ્ટાફ તરીકે કામ કરતા ચીની નાગરિકો સાથે “રોમેન્ટિક અને જાતીય સંબંધો” રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધથી પરિચિત બે લોકોએ એપીને જણાવ્યું કે નવી નીતિની સૌપ્રથમ ચર્ચા ગયા ઉનાળામાં થઈ હતી. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પરની પ્રતિનિધિ ગૃહની પસંદગી સમિતિએ ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ના હતો.

Advertisment
Latest Stories