ટ્રમ્પનો બીજો મોટો નિર્ણય : ફી વધાર્યા બાદ હવે H-1B વિઝાના નિયમોમાં પણ કર્યો મોટા ફેરફાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે H-1B વિઝા ફીમાં $100,000નો વધારો કર્યા બાદ, હવે આ વિઝાના નિયમોમાં પણ મોટા ફેરફારોની જાહેરાત કરી છે.

New Update
124015284

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે H-1B વિઝા ફીમાં $100,000નો વધારો કર્યા બાદ, હવે આ વિઝાના નિયમોમાં પણ મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નવા નિયમો મુજબ, હવે અમેરિકન કંપનીઓએ વધુ પગાર ધરાવતા અને અત્યંત કુશળ કામદારોને પ્રાધાન્ય આપવું પડશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરી છે કે આ $100,000ની ફી વાર્ષિક નહીં, પરંતુ એક વખતની ફી છે જે ફક્ત નવી અરજીઓ પર જ લાગુ પડશે. આ નિર્ણયથી ભારત પર શું અસર થશે તે જોવું રહ્યું, કારણ કે ભારતીય પ્રોફેશનલ્સ H-1B વિઝાના સૌથી મોટા લાભાર્થી છે.

H-1B વિઝાના નિયમોમાં ફેરફાર: કયા કામદારોને મળશે પ્રાધાન્ય?

23 સપ્ટેમ્બર, 2025ના રોજ રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા નિયમોમાં ફેરફાર માટે એક પ્રસ્તાવ જારી કર્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ અમેરિકન કંપનીઓમાં ઉચ્ચ પગાર ધરાવતા અને અત્યંત કુશળ વિદેશી કામદારોને પ્રાધાન્ય આપવાનો છે. આ પગલું, 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' અને 'અમેરિકા ફર્સ્ટ'ના એજન્ડાનો એક ભાગ છે.

$100,000ની ફી પર વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા $100,000ની ફીની જાહેરાત બાદ ઊભી થયેલી ગેરસમજને દૂર કરવા માટે વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી. પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, આ ફી વાર્ષિક ધોરણે નહીં, પરંતુ માત્ર એક વખત અરજી સમયે ચૂકવવાની રહેશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિયમ ફક્ત નવા અરજદારો માટે જ છે અને હાલના વિઝા ધારકો પર તેની કોઈ અસર થશે નહીં.

Latest Stories