મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે એક નવી ઘટનાએ આ ક્ષેત્રમાં તણાવ વધારી દીધો છે. લેબનોનમાં મંગળવારે (17 સપ્ટેમ્બર 2024) પેજર બ્લાસ્ટ પછી, બુધવારે (18 સપ્ટેમ્બર) રાજધાની બેરૂતમાં ફરીથી બે વિસ્ફોટ થયા. બુધવારે થયેલા બ્લાસ્ટ ઈલેક્ટ્રોનિક સાધનોમાં થયા હતા. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લેપટોપ, વોકી-ટોકી અને મોબાઈલમાં બ્લાસ્ટ થયા છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, દેશના દક્ષિણમાં અને રાજધાનીના દક્ષિણ ઉપનગરોમાં વિસ્ફોટ થયા છે. અહેવાલો અનુસાર, ગઇકાલે (17 સપ્ટેમ્બર 2024) હિઝબુલ્લાહ દ્વારા માર્યા ગયેલા લોકો માટે આયોજિત અંતિમ સંસ્કારના સ્થળની નજીક વિસ્ફોટ થયો હતો. મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં લગભગ 3,000 લોકો ઘાયલ થયા અને 12 માર્યા ગયા પછી આ ઘટના બની છે. અલ હદથ ટીવી ચેનલના અહેવાલ મુજબ લેબનોનમાં રેડિયો વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.