અમેરિકાના ટેક્સાસમાં એર શોમાં દરમિયાન બે પ્લેન ટકરાયા, 6 લોકોના મોત

અમેરિકાના ટેક્સાસમાં આકાશમાં બે પ્લેન ટકરાયા

New Update
અમેરિકાના ટેક્સાસમાં એર શોમાં દરમિયાન બે પ્લેન ટકરાયા, 6 લોકોના મોત
Advertisment

અમેરિકાના ટેક્સાસમાં આકાશમાં બે પ્લેન ટકરાયાહતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. હવામાં ટકરાયેલા આ બંને વિમાનો વિન્ટેજ મિલિટરી એરક્રાફ્ટ હતા જે ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એર શોમાં હાજરી આપવા આવ્યા હતા. એર શોમાં કરતબ કરતા સમયે બંને પ્લેન હવામાં અથડાયા હતા.

Advertisment

આ અકસ્માત 12 નવેમ્બરે બપોરે 1.30 વાગ્યે થયો હતો. ટેક્સાસના ડલ્લાસમાં વિન્ટેજ એર શો ચાલી રહ્યો હતો. એક બોઇંગ B-17 હવામાં કરતબ કરી રહ્યું હતું, ત્યારે અચાનક આ પ્લેન પાસે બેલ P-63 નામનું બીજું પ્લેન આવ્યું અને કોઈ કંઈ સમજે તે પહેલા જ બંને અથડાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડની 40થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 6 લોકોના મોત થયા છે.

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા કેટલાક વીડિયોમાં બે વિમાન હવામાં અથડાતા જોવા મળે છે. બંને વિમાનો આકાશમાં જગલિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ અથડાયા હતા. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

Latest Stories