કેલીફોર્નિયામાં ઘણા સ્થળોએ UFO જોવા મળ્યા, લોકોમાં સર્જાયું કુતુહલ

દુનિયા | Featured | સમાચાર, 17 ઓગસ્ટની રાત્રે કેલિફોર્નિયાના લેન્કેસ્ટર અને પામડેલમાં ઘણાં સ્થળોએ UFO જોવા મળ્યા હતા. જેને આપણે સામાન્ય ભાષામાં ઊડતી રકાબી કહીએ છીએ.

New Update
Screenshot

17 ઓગસ્ટની રાત્રે કેલિફોર્નિયાના લેન્કેસ્ટર અને પામડેલમાં ઘણાં સ્થળોએ UFO જોવા મળ્યા હતા. જેને આપણે સામાન્ય ભાષામાં ઊડતી રકાબી કહીએ છીએ. એવું માનવામાં આવે છે કે આ કેટલીક અદ્યતન એલિયન પ્રજાતિઓના સ્પેસક્રાફ્ટ છે, જે પૃથ્વી પર દેખરેખ રાખવા અથવા કંઈક શોધવા માટે આવે છે. પરંતુ હજુ સુધી તેની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ થઈ નથી. અથવા તેને છુપાવવામાં આવી રહ્યું છે.

17 ઓગસ્ટે કેલિફોર્નિયામાં જોવા મળેલા તમામ યુએફઓ વિવિધ પ્રકારના હતા. કેટલાક રંગીન લાઇટવાળા હતા. તો કેટલાકમાંથી એક જ પ્રકારનો પ્રકાશ નીકળતો હતો. એક વીડિયો દર્શાવે છે કે ઓછામાં ઓછા 60 ઓર્બ યુએફઓ પણ જોવામાં આવ્યા છે. તેઓ લગભગ 15 મિનિટ સુધી કેલિફોર્નિયાના આકાશમાં મંડરાતા રહ્યા.એક વીડિયોમાં એલિયન શિપ બોટની પાછળ ક્યાંક પડી જાય છે. તે પછી તેની ઓળખ થઈ નથી. પહેલા કેટલાક લોકોને લાગ્યું કે આ બધા શૂટિંગ સ્ટાર્સ છે. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ યુએફઓ છે.

Latest Stories