Connect Gujarat
દુનિયા

બ્રાઝિલમાં સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી હંગામો,દેખાવકારોની ધરપકડ

બ્રાઝિલમાં સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી હંગામો,દેખાવકારોની ધરપકડ
X

બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોએ સંસદ ભવનમાં હંગામો મચાવ્યો છે. તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સેંકડો દેખાવકારો ની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસીને હાહાકાર મચાવ્યો હતો.

બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા માં રવિવારે બોલ્સોનારો સમર્થકોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટમાં હંગામો મચાવ્યો હતો. સંસદ સંકુલની બહાર લગભગ ત્રણ હજાર લોકોની ભીડ એકઠી થઈ અને પછી તે બેરિકેડ તોડીને સંકુલમાં પ્રવેશ્યાસેંકડો બોલ્સોનારો સમર્થકો બ્રાઝિલિયામાં સંસદભવનની છત પર ચઢી ગયા હતા અને બેનર સાથે છત પર બેસી ગયા હતા. આ દરમિયાન દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં બોલ્સોનારો સમર્થકો બ્રાઝિલની સંસદ ની અંદર હંગામો મચાવ્યો હતો બ્રાઝિલના વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ ઘટના અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ સિલ્વાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વિરોધ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

Next Story