/connect-gujarat/media/media_files/2025/03/17/auoVxmAvVOz5lwLbUXJB.jpg)
અમેરિકન સેનાએ યમનમાં હૂતી વિદ્રોહીઓ પર એરસ્ટ્રાઈક કરી. આ હુમલામાં 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી હૂતી વિદ્રોહીઓ સામે અમેરિકાની આ પહેલી મોટી કાર્યવાહી છે.ટ્રમ્પે આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે લખ્યું- હૂતી આતંકવાદીઓ, તમારો સમય પૂરો થઈ ગયો છે.
અમેરિકા તમારા પર આકાશમાંથી એવો કહેર વરસાવશે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય.ખરેખરમાં, આ કાર્યવાહી લાલ સમુદ્રમાં અમેરિકન જહાજો પર હૂતીઓના હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ચાર મહિના પહેલા, હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં યુએસ યુદ્ધ જહાજો પર અનેક હુમલાઓ કર્યા હતા.