અંકલેશ્વર: વિવિધ શાળાઓમાં યોજાયેલ “નેશન વિથ નમો નિબંધ” સ્પર્ધાના પ્રમાણપત્રો એનાયત કરાયા

New Update
અંકલેશ્વર: વિવિધ શાળાઓમાં યોજાયેલ “નેશન વિથ નમો નિબંધ” સ્પર્ધાના પ્રમાણપત્રો એનાયત કરાયા

“ નેશન વિથ નમો”

ગુજરાત પ્રદેશ યુવા ભાજપા દ્વારા “ નેશન વિથ નમો” વિષય ઉપર જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

તારીખ ૧૨ જાન્યુઆરી થી ૨૭મી જાન્યુઆરી સુધીમાં યોજાયેલા આ નિબંધ સ્પર્ધામાં અંકલેશ્વર તાલુકાની ૨૦ જેટલી શાળાઓના ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમને પરિણામ આવ્યે જે તે સમયે જ ટ્રોફી એનાયત કરાઇ હતી.આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તા.૩૦મી ના રોજ અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે પ્રમાણપત્રો એનાયત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ભાજપાના પ્રદેશના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ, પ્રદેશના ઉપપ્રમુખ કરશનભાઇ ગોંડલીયા,યુવા જિલ્લા પ્રમુખ સુરેશભાઇ પટેલ સહિત ભાજપાની યુવા પાંખના હોદ્દેદારો,કાર્યકરો તેમજ ભાજપાના અન્ય મહાનુભવો ઉપસ્થીત રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

Latest Stories