/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/12222403/maxresdefault-141.jpg)
અંકલેશ્વર શહેર તથા તાલુકામાં ચોરીના વધી રહેલા બનાવો સામે પોલીસ નિષ્ક્રિય હોય તેમ લાગી રહયું છે. બેફામ બનેલા તસ્કરોએ અંકલેશ્વર તાલુકામાં આવેલાં સારંગપુર ગામમાં આવેલી ગ્રામ પંચાયતની કચેરીને નિશાન બનાવી છે.
અંકલેશ્વર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો આતંક મચાવી રહયાં છે. શહેરમાં જવેલર્સ સહિતની દુકાનોના તાળા તોડયાં બાદ તસ્કરોએ ગામડાઓ તરફ નજર દોડાવી છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયતની કચેરીને ગત રાત્રિના સમયે ચોરોએ નિશાન બનાવી હતી. કચેરીમાં પ્રવેશેલા તસ્કરોએ સરકારી દસ્તાવેજો સહિતનો રેકોર્ડ અસ્તવ્યસ્ત કરી નાંખ્યો હતો. દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી હોવાથી કોઇ જાણભેદુની કરતુત હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે. બીજી તરફ ચોરીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ચોરી અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ ગ્રામ પંચાયત તરફથી હાથ ધરવામાં આવી છે.