અંદાડાની શાંતનુ વિદ્યાલય ખાતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

New Update
અંદાડાની શાંતનુ વિદ્યાલય ખાતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 75મી જન્મજયંતિ નિમિતે શનિવારે અંદાડાની શાંતનુ વિદ્યાલય ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્વ. રાજીવ ગાંધી તેમની આગવી પ્રતિભા, વ્યક્તિત્વ અને દુરંદેશીના કારણે અત્યંત લોકપ્રિય નેતા હતાં જેમને હજુયે લોકો ભૂલ્યા નથીન. તેમની 75મી જન્મજયંતિનું વર્ષે હોવાથી ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ તાલુકા કક્ષાની વકતૃત્વ સ્પર્ધાનું શાળાઓમાં આયોજન કરાયું છે.

જેમાં “રાજીવ ગાંધી-21મી સદીના સ્વપ્ન દ્રષ્ટા” વિષય રાખવામાં આવ્યો હતો . શાળાના વિદ્યાર્થીઓએ આ વિષય ઉપર પોતાના વકતવ્યો રજૂ કર્યા હતાં. સ્પર્ધાના વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શંભુ પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા પ્રવકતા નાઝુ ફડવાલા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Latest Stories