અગ્નિદાહ

New Update
અગ્નિદાહ

¥ઇન્ડિયન એજન્સી કિંગ્સ્ટન ખાતે આવેલી ભારતના રાજદૂત તરિકે હું જમૈકા નિયુક્ત થયો ¥

મારી સાડાત્રણ દાયકાની ઇન્ડિયન ફોરેન સર્વિસ દરમ્યાન મારા યાદગાર પ્રસંગો કહેવાનો વારો આવે તો આ પ્રસંગે કહેવોજ પડે જે આજે લખી રહ્યો છું, ભારત અને તેમાં ગુજરાત અને તેમાં પટેલોના યેકનેક પ્રકારે અમેરિકાનો ડોલર લોહીંચુંબકને લોખંડ આકર્ષે. એમ આકર્ષે ચરોતરનો કનુ અંબાલાલ પટેલ, બધા એને કનિયા કહીને જ બોલાવે, એના મગજમાં એક જ ધૂન કે ડોલર કમાવવા દરિયા પાર જવું છે.

કનિયાએ અંબાલાલને ચપટીમાં પટાવી લીધા ને ખેતર વેચી એક લાખ એજન્ટને આપી આવ્યો. એજન્ટે પાસપોર્ટ વિઝા તૈયાર કર્યાને જમૈકા જવાનું ગોઠવ્યું, ત્યાંથી બીજો એજન્ટ અમેરિકાની બોર્ડર પર અમેરિકામાં ઘુસાડી દેશે ,એવી વાતોમાં કનિયો ફસાયો.

ગલગોટાના હારતોરા થયા, કનૈયો મુંબઈ જતી ટ્રેનમાં વિદાય થયો ,સાથે એજન્ટ ભરૂચની ખારીસીંગ, સુરતની ઘારી, વલસાડ પર ગરમાગરમ પાવવડા કનિયાને તો મઝા પડી ગઈ. બોરીવલી ઉતરી ટેક્ષી કરી એજન્ટ કનિયાને શાંતાક્રુઝની હોટલમાં લઈ ગયો 5000 હેવર્ડઝના બે બિયર ઠઠારી દીધા. ઘુઘરા જેવા કનૈયાને રાતે દોઢ વાગે પ્લેનમાં રવાના કરી એજન્ટ ગામ ભેગો થયો.

કનિયો જમૈકા પહોંચ્યો વિમાનમાં એર હોસ્ટેસને જોવામાં જે મઝા પડી એ સિવાય બીજી ક્યાંય ફાવટ આવી નહિ. બ્રેકફાસ્ટ લંચ ફિક્કું ફ્સ.ગળે ઉતરે નહિ. ડોલરનો મોહ એવો લાગેલો કે કનિયો અગવડોને ઓગાળીને પી ગયો. જમૈકા આવ્યુ એરપોર્ટ પર એજન્ટ એને શોધી કાઢ્યો. પાસપોર્ટ લઈ લીધો. એક કેબ (ટેક્ષી )માં બેસાડી કેબવાલાને કંઈ સૂચના આપી એ ગાયબ થયો. દોઢેક કલાક કેબ ચાલી પછી એક જગ્યાએ પાર્કિંગ ઝોન જેવુ આવ્યુ ત્યાં કેબ ઉભી રહી. કેબ ડ્રાયવર કનિયાને અંગ્રેજીમાં સમજાવ્યુ જેનો અર્થ એવો હતો કે અહીં સામાન સાથે ઉતરી જાવ અને સીધા રસ્તે નહિ , ત્રાંસા રસ્તે ચાલશો એટલે અમેરિકામાં પહોંચી જશો ત્યાં તમને એક એજન્ટ મળશે, જે તમારી રહેવા,જમવા અને નોકરીની વ્યવસ્થા કરશે.

કનિયો તો ફૂલીને ફાળકો. થેંકયુ થેંકયુ કહી કનિયાએ વાટ પકડી, પાંચેક મિનિટ કેબવાળા ડ્રાયવરે બતાવેલા રસ્તા પર ચાલ્યો હશે ત્યાં જ વાઉ વાઉ કરતી પોલીસ આવી. કનિયાને ઝડપી લીધો પાસપોર્ટ માંગ્યો ? જે એજન્ટે લઈ લીધો હતો.કનિયાને ઘોડે દહાડે તારા દેખાવા મંડ્યા .પરસેવો વળી ગયો ધબકારા બમણા થતા કનિયો ના છ માં પાંચ કમ એટલે ગતશ: થઈ ગયો .પોલીસ તરત એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સ પેરા મેડિકલે સ્ટાફે જાહેર કર્યું કે ઘીસ પર્સન ઇઝ નો મોર. પોલીસ વિમાસણમાં, હવે આ ડેડબોડીનું કરવં શું?

અમેરિકન બોર્ડર પર બોડી લાવવામાં આવી.બોર્ડર સિકયુરિટીએ કહ્યું, ''આ બોડી ક્યાંથી લાવ્યા '' પોલીસે જણાવ્યુ કે આ જમૈકા થી આવ્યો લાગે છે. સિક્યુરીટી કહ્યું એને જમૈકા મોકલી દો.તરતજ શબવાહિની આવી કનિયાની બોડીને જમૈકા લઈ ગયા.જમૈકા બોર્ડરની સિકયુરીટીએ કહ્યું આ બોડી કોની છે? તેની તપાસ કરો ત્યાંની સિક્યુરીટીએ ગેરકાનૂની હેરાફેરી કરતા ખબરી એજન્ટનો કોનટેકટ કર્યો ખબરીના કહેવાથી જે એજન્ટ કનિયાનો પાસપોર્ટ એરપોર્ટ પર લઈ લીધો હતો તે એક કોરા કવરમાં પાસપોર્ટ જમૈકાની ઇન્ડિયન એમ્બેસિના રિસેપ્શન કાઉન્ટર પર મૂકીને આવ્યો. પાસપોર્ટ પરથી જાણ્યુ કે આ એશિયન છે ,ઇન્ડિયન છે . ઇન્ડિયન ગેરકાનૂની રીતે જમૈકા થી અમેરિકામાં પ્રવેશ કરવા માંગતો હતો તે પકડાયો છે.

આખી વાત મારે પાસે રજુ થઇ મેં ઇન્ડિયામાં ક્યાનો છે તેની વિગત માંગી જાણવા મળ્યુ ગુજરાત, જામખંભાળીયા ઉકેલતા મને અને મારા સ્ટાફને પુરો એક કલાક થયો ફોન નંબર મેળવી ફોન જોડ્યો .એકવાર બેવાર ત્રણ વાર રીંગ પુરી થઈ .મેં કહ્યું ફરી એકવાર ફોન લગાવો ચોથીવાર જેવી રીંગ વાગી કે ફોન સામેથી ઉપાડ્યો.મને હાશ !થઈ આતો ગુજરાતીમાં બોલે છે, પ્રકાશ ને બોલાવો જે તેની સાથે વાત કરી શકે. પ્રકાશ રજા પર છે. અશોકને બોલાવો,અશોકે વાત શરૂ કરી. અંબાલાલે સાફ શબ્દોમાં અશોકને જણાવી દીધું કે ખેતર વેચી ,કનિયાને અમેરિકા મોકલ્યો છે.એની જીદ હતી -તેની ડેડબોડી અહીં ન મોકલતા અમારી પાસે પૈસાજ નથી ,તમ તમારે ત્યાંજ અગ્નિદાહ આપી દયો.

મેં ઇન્ડિયન સોસાયટી ઈન જમૈકાનો સંપર્ક કર્યો તો એમને સાફ શબ્દોમાં નન્નો ભણ્યો.આ રીતે ગેરકાનૂનીઓને આવેલાના અગ્નિદાહ માટે એક પણ પૈસાની મદદ ન કરાય નહીતો અમારે ત્યાં તો લાઈન લાગે.

મે મારા સ્ટાફની અર્જન્ટ મિટીંગ બોલાવી મે કહ્યું," જે છે તે પણ હી ઇઝ ફોમ અવર મધરલેન્ડ ગર્વમેન્ટ પણ આવા કેસોમાં કોઈ ફંડ આપતી નથી,લેટ અસ વી કોન્ટ્રીબ્યુટ એમ કહી મે ઇન્ડિયાના એક હજાર થાય એટલા રૂપિયા મારા તરફથી કોન્ટ્રીબ્યુશન આપ્યુ. જમૈકા સરકારનો પ્રતિનિધીને હોપ રીવર પર ડેડબોડીના અગ્નિસંસ્કાર કરવા માટેની લેખિત પરમિશન માંગી . ડેડબોડી ને અગ્નિદાહ કોણ આપે! અગ્નિદાહ આપતી વખતે શી વિધિ કરવાની એ પ્રશ્નોનો હલ શર્માએ આપ્યો શર્મા કહે હું રોજ ગીતાના પાઠ કરું છું. નૈનમ છિન્દતિ શસ્ત્રાણિ નૈનંમ દહતિ પાવક આત્મા કદી મરતો નથી, શસ્ત્રો તેને મારી શકતા નથી. એવું એમાં આવે છે તરત જ મે શર્માને ઘરે ગીતા લેવા રવાના કર્યા. અમે ડેડબોડી લઈને હોપ નદીના કિનારે પહોંચ્યા.

જોયુ તો ત્યાં તો ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ,ડૉક્ટર,મશીનગન સાથે પેરા મિલિટરીને ટુકડી હાજર.ડોકટરે ડેડબોડી તપાસી ગ્રીન સિગ્નલ આપ્યુ અમે આવડત અને અનુભવ પ્રમાણે લાંકડા ગોઠવી ચિતા તૈયાર કરી. શર્મા આવ્યા.ખુલ્લા બદન પર જનોઈ દેખાતુ હતુ શૂટ બુટમાં જોયેલા શર્માને પિતામ્બરમાં જોઈને સૌ આશ્રર્યચકિત થયા હાથમાં ગીતા લઈ એક પછી એક શ્લોક વાંચતા જાય ચિતાની પ્રદક્ષિણા ફરતા જાય. આખરે એમણે મુખાગ્રિ આપી વંદન કર્યા, ભડ ભડ કરતી ચિતા સળગી ઉઠી ત્યારે ચારે તરફ ઊભેલાઓ નતમસ્તક હતા, મારાથી એકાએક જોરથી નારો લગાવાય ગયો. ' ભારત માતાકી જય.વંદે માતરમ.'

Latest Stories