/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/84ee1cf3-6e45-4573-a077-8a352ec2d586.jpg)
૩૦ મી જૂન ૨૦૧૭ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કે એક વધુ કાળો દિવસ બનશે? એ આવનારા દિવસો, મહિનાઓમાં ખબર પડશે. સાશક પક્ષ અઘરામાં અઘરા કામ બહુમતીના જોરે કરી નાંખી શકે એટલા શક્તિશાળી મતદારોએ જ બનાવ્યા છે. રસ્તાના કાંટાને વંશ સાથે કેમ દૂર કરવો એમની દીર્ઘદ્રષ્ટિ છે. અતિ મહત્વાકાંક્ષી છે. ઘોડાપુર આવે ત્યારે વિનાશ થાય, ગરીબનો ઉધ્ધાર કરવાની વાતો ઘંટનાદ કરી કરે પણ છેવાડાનો માણસ ત્યાંનો ત્યાં જ રહે છે. એક સાથે સાત અશ્વો પર સવારી કરનાર વડાપ્રધાન ‘જીએસટી’લાગુ પાડીને જ રહે છે. દેશભરમાં એક જુવાળ આવ્યો. જેટલીવાર સંસદમાં પાટલીઓ ઠોકી વધામણાં થયા એટલા જ વિરોધ પ્રદર્શન થયા. પોલીસદળને પણ હજુસુધી ખબર નહિ હોય કે એ લોકો ફરજના માર્યા શા માટે લાઠીચાર્જ, ટી-યર ગેસ, ધરપકડ કરી રહ્યા છે. કાયદોને વ્યવસ્થા જાળવવી એમની ફરજ છે. એ બાપડા યસ સર ! હુકમ માલિકના ગુલામ છે. વોટ્સએપ પર કેટલા મેસેજ, કલીપ અધધધ....
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/07/c01bf889-8e4b-4031-a3a3-5bf8b84d29d6.jpg)
રાતે બાર વાગે સંસદ ચાલી પણ સવારે બાર વાગે વેપાર -ધંધા બંધ રહ્યા. દેશના વિત્તમંત્રી અરુણ જેટલી જાહેરમાં કહે કે જીએસટી લાગુ પડવાથી થોડા દિવસ મુશ્કેલી પડશે. નોટબંધી ફરમાવી ત્યારે નમોએ પણ આવા જ શબ્દો ઉચ્ચારેલા. જંગી બહુમતિ સરકાર હોય ત્યારે દેશના નાગરિકોને પજવવાનો, મુશ્કેલીમાં મુકવાનો પરવાનો મળી જાય એના નમો રાજના ઉદાહરણ છે .
કોર્પોરેટ જગતમાં બલ્ક ડ્રગ્સ બનાવતી કંપનીનાં ઉચ્ચ અધિકારીએ મને કહ્યું જવાદોને ઋષિભાઈ આ જીએસટીએ અમારુ લોહી પીધું છે.
દેશને આઝાદી મળી તે પૂર્વે સંધ્યાએ ૧૪મી ઓગષ્ટ ૧૯૪૭એ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. વડાપ્રધાન પંડિત જ્વાહરલાલ નહેરુએ ભાષણ કરેલું. તા.૧૪ ઓગષ્ટ ૧૯૭૨ સ્વતંત્ર ભારતની રજત જયંતિ વર્ષ ત્યારે મધરાતે પાર્લામેન્ટ મળી. રાષ્ટ્રપતિ વિ.વિ.ગિરી અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. તા.૧૪મી ઓગષ્ટ ૧૯૯૭ આઝાદીની સુવર્ણ જયંતિ.રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન, વડાપ્રધાન આઈ.કે.ગુજરાલ. અને તા.૩૦ મી જૂન ૨૦૧૭ રાષ્ટ્રપતિ પ્રણવદા અને વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી.
પહેલી ત્રણ સંસદ ખુશાલીની હતી ચોથીવાર સંસદમાં થયેલો ઘંટનાદ વિજયઘોષ હશે કે હૈયાફાટ રુદન એ તો સમય જ બતાવશે .