બાપની બહેન તે ફોઈ. રાશિ પરથી નામ પાડતા પરિવારમાં માર્ચ મહિનામાં જેના ઘરે દીકરો જન્મશે અને તેની રાશિ મેષ આવી તેમની ફોઈને પરમશાંતિ. મેષ રાશિમાં ત્રણ અક્ષર પરથી નામ પાડી શકાય. અ, લ અને ઈ. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર નામ પાડશે “અભિનંદન”. હુલામણું નામ ‘અભિ’. રાજસ્થાનના અલવર જિલ્લામાં જન્મેલા નવજાત શિશુનું નામ અભિનંદન પાડવામાં આવ્યુ હતું. એવું શિશુના દાદા જનેશ ભૂતાનીએ પત્રકારોને જણાવ્યું હતું. હવે વાત અભિનંદન વર્ધમાનની.
પહેલી માર્ચ ૨૦૧૯. પાકિસ્તાનના ઈસ્લામબાદ લઈ જવાયેલા પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ૨૮ મી ફેબ્રુઆરીએ કોઈપણ જાતની શરતો વગર ભારત સોંપવાની જાહેરાત વઝીરે આઝમ ઈમરાન ખાને કરી હતી.
ભારતના એકેએક વર્તમાન પત્રોના ટાઈટલ પેજ પર આ ખુશખબર પ્રસિધ્ધ થઈ હતી. ન્યૂઝ ચેનલ પરનું પ્રસારિત થતું કવરેજ લાખો દર્શકોએ નિહાળ્યું.
અમેરિકા પાકિસ્તાનને એફ-૧૬ વિમાન આપ્યા હતા. ભારતના વિંગ કમાન્ડર અભિનંદન મિંગ-૨૧ વિમાન લઈ ઉડ્યા અને ભારતની સીમામાં ઘુસી આવેલા પાકિસ્તાનના વિમાનને ભગાડવા જતાં પી.ઓ.કે.માં એફ-૧૬ નો ભુક્કો બોલાવ્યો અને મિંગ-૨૧ ના પેરેશુટ માંથી કુદી પડ્યા. પાકિસ્તાને એમને કબ્જે કર્યા. પાકિસ્તાન પર આતંરરાષ્ટ્રીય દબાણ વધ્યું અને એમને પરત ભારત મોકલવા અને શાંતિપ્રિયતાનું નાટક શરૂ કર્યું.
ભારતની અટારી બોર્ડર અને પાકિસ્તાનની વાઘા બોર્ડર પર બીટીંગ રિટ્રીટ પરેડ થાય છે, જેને ભારતે રદ કરી. પાકિસ્તાને ચાલુ રાખીને ખોટી પબ્લીસિટી અને માન ખાટવાનો નાકામ પ્રયાસ કર્યો, જે એળે ગયો. આખરે રાતે નવ વાગે અભિનંદન વર્ધમાને ચાલીને અટારી બોર્ડરમાં પ્રવેશ કર્યો. ત્યાંથી મેડિકલ ચેકઅપ બાદ અમૃતસર અને ત્યાંથી દિલ્હી પાનમ એરપોર્ટ મીલીટરના પ્લેન દ્વારા લઈ જવાયા.
ભારતની ત્રણે સેનાના વડા ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ એ સયુંક્ત વિશ્વાસ કર્યો છે કે વી.આર. ઓન ધ ટો, ટ્વેન્ટી ફોર બાય સેવન. ૫૬ કલાક અભિનંદન પાકિસ્તાનના કબ્જામાં રહ્યો. એને ૫૬ની છાતી કહેવાય. જય હિંદ.