અમદાવાદ : રાજયમાં તમાકુ અને નિકોટીન યુકત પાન મસાલાના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ

New Update
અમદાવાદ : રાજયમાં તમાકુ અને નિકોટીન યુકત પાન મસાલાના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરના પ્રતિબંધને એક વર્ષ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ જાહેરાત કરી છે.

નાયબ  મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ  કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરવામાં આવી રહયો છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે ૧૦ હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. ૧૧ લાખ રૂપિયાના દંડની વસુલાત કરી છે.

Latest Stories