અમરનાથ વિસ્તાર નહિં માત્ર ગુફા જ 'સાયલન્સ ઝોન' ગણાશે ,ગ્રીન ટ્રિબ્યુનલની સ્પષ્ટતા

New Update
અમરનાથ વિસ્તાર નહિં માત્ર ગુફા જ 'સાયલન્સ ઝોન' ગણાશે ,ગ્રીન ટ્રિબ્યુનલની સ્પષ્ટતા

અમરનાથ ગુફામાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અવાજ પર પ્રતિબંધ મૂક્યા બાદ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રતિબંધ ગુફામાં ધૂન- મંત્રોચ્ચાર કે ભજન ગાવા પર નથી. અમરનાથજી શિવલિંગ સામે શ્રદ્ધાળુઓને શાંતિપૂર્વક ઉભા રહી શાંતિ જાળવવાનો એનજીટીનો આદેશ હતો.

ઉલ્લેખનીય છે કે, અમરનાથ વિસ્તારને 'સાયલન્સ ઝોન' જાહેર કરવાના અહેવાલનો વિરોધ થયા બાદ એનજીટીએ સ્પષ્ટતા કરી હતી કે અમરનાથનો સમગ્ર વિસ્તાર સાયલન્સ ઝોન નથી આ પ્રતિબંધ ગુફા સુધી જતા પગથિયા કે અન્ય વિસ્તારોમાં લાગુ પડતો નથી.

Latest Stories