/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault26.jpg)
"ક્યાર" નામના વાવાઝોડાને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ અને પીપાવાવ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પણ જાફરાબાદના દરિયા કિનારે પાણીના ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે.
અમરેલી
જિલ્લાના જાફરાબાદ ખાતે દરિયા કિનારે હાલ બે નંબરનું સિગ્નલ આપી દરિયા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. તંત્ર દ્વારા માછીમારોને
દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે જાફરાબાદ બંદર ઉપર 700 ઉપરાંત બોટો લંગારી દેવામાં આવી છે. જાફરાબાદ અને પીપાવાવ દરિયા કિનારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના
દરિયા કિનારે 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળતા જોવા મળી
રહ્યા છે.
“ક્યાર"વાવાઝોડું હાલ તો ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે અને 15 કિલોમીટર કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જો કે વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે દરિયા કિનારે 15 ફૂટથી પણ વધુ ઊંચા ઊછળતા મોજા જોવા કેટલાક સહેલાણીઓ દરિયા કિનારે પહોંચ્યા હતા.