અમરેલી : રાજકારણમાં વહી ઉલટી ગંગા, સાવરકુંડલા તા.પં.ના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યની જ બાદબાકી

New Update
અમરેલી : રાજકારણમાં વહી ઉલટી ગંગા, સાવરકુંડલા તા.પં.ના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યની જ બાદબાકી

અમરેલી જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલપાથલના એંધાણ

વર્તાઇ રહયાં છે. કોંગ્રેસ શાસિત સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખે સ્નેહ મિલન

સમારંભમાં તેમના પક્ષના ધારાસભ્યને બદલે ભાજપના સાંસદને આમંત્રણ આપતા રાજકીય માહોલ

ગરમાયો છે. 

અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસમાં બગાવતના સુર ઉઠ્યા

છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલીના સાવરકુંડલા તાલુકા પંચાયતના

પ્રમુખ રાઘવ સાવલિયાએ સાવરકુંડલાના સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાતની સામે મોરચો

ખોલીને નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય દુધાતની બાદબાકી કરીને

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાને બોલાવીને તાલુકા પંચાયતનો સ્નેહ મિલનનો

કાર્યક્રમ ગોઠવાતા ફરી અમરેલીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સાવરકુંડલા તાલુકા

પંચાયતમાં કોંગ્રેસની 20માંથી 12 સભ્યો સાથે સ્પષ્ટ બહુમતી છે. સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીનો નવા વર્ષનો

સ્નેહમિલનના કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રતાપ દુધાતની આમંત્રણ કાર્માંથી બાદબાકી

કરીને અમરેલીના ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા ને આમંત્રિત કરીને નવો દાવ ખેલ્યો

છે. તાલુકા પંચાયતના પ્રમુખનો આક્ષેપ છે કે ધારાસભ્ય તેમના ફોન ઉપાડતાં નથી. બીજી

તરફ ભાજપના સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતું કે, આમંત્રણ પત્રિકામાં નામ હોવાથી તેઓ કાર્યક્રમમાં હાજર

રહયાં છે. 

Latest Stories