અમરેલી : હિરા ઉદ્યોગની ઝાંખી પડી ચમક, રત્નકલાકારો ખેતી કરવા વતનની વાટે

New Update
અમરેલી : હિરા ઉદ્યોગની ઝાંખી પડી ચમક, રત્નકલાકારો ખેતી કરવા વતનની વાટે

સૌરાષ્ટ્રના ગામડાઓના યુવાનો સુરતમાં

હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં

પ્રર્વતી રહેલાં મંદીના માહોલમાં રત્ન કલાકારો તેમના વતનમાં ખેતી કરવા માટે ગયાં પણ

કમોસમી વરસાદે ખેતી નષ્ટ કરી નાંખતા તેમને મરણતોલ ફટકો પડયો છે. 

કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના ખેડૂતોને

રાતા પાણીએ રોવડાવવાના દિવસો બતાવી રહ્યો છે. સારો વરસાદ અને સારું વર્ષ થશે તેવા

એંધાણથી હરખમાં આવીને સુરતના હીરા ઉધોગ મંદીના વમળમાં આવતા દીકરાઓને ખેતીમાં

લગાડ્યા પણ ખેડૂતોની કરમની કઠણાઈ છે કે, અતિવૃષ્ટિના કારણે  બાઢડા, રામગઢ વિસ્તારમાં તલ, મગફળી અને કપાસના પાકને વ્યાપક

પ્રમાણમાં નુકશાન થયું છે. સુરતથી આવેલા ખેડૂત પુત્ર “જાયે તો જાયે કહા” જેવી સ્થિતિમાં મુકાઇ

ગયાં છે.  

સુરતથી ગામડે આવીને ખેતીના અભરખા ધરાવતા

ખેડૂતો નિરાશ થયા છે. ખેતરોમાં કપાસના પાક પણ બળી ગયા છે. જે કંઈ થોડું ઉત્પાદન

આવ્યું તે કપાસને પણ ખેંચી કાઢવામાં આવ્યા હતા. ખેડૂત યુવાનો સુરતથી સારા વરસાદને

કારણે ગામડામાં આવ્યા અને ખેતીમાં જોતરાયા. પરંતુ તે કુદરતને મંજુર ન હોય તેમ

સુરતની મંદી અને અહીની ખેતી બન્નેમાં નિષ્ફળતા મળી છે કેટલાક ખેડૂતો કુદરતની આ

કારમી થપાટોથી નિરાશ થયા છે, ત્યારે ખેડૂત પરિવારના મોભી પણ લાખો રૂપિયાનું નુકશાન સહન કરી હવે

સરકાર સામે મીટ માંડી બેઠા છે.

Latest Stories